Saturday, July 10, 2021

રાજ્ય ઓનલાઇન ગણિત સંમેલન 2021

 ઓલ ઇંડિયા રામાનુજન મેથ્સ કલબ ની પ્રેરણા થી બનાસકાંઠા જિલ્લા રામાનુજન મેથ્સ કલબના સહયોગથી રાજયકક્ષાનો ઓનલાઇન ગણિત મહોત્સવ સપ્ટેમ્બર માસમા યોજાનાર છે.આ કાયઁક્રમમાં (૧) મોડલ સ્પર્ધા (૨) પઝલ સ્પર્ધા (૩)કવિઝ સ્પર્ધા (૪)નિબંધ સ્પર્ધા (૫)શિક્ષક સ્પર્ધા નું આયોજન કરેલ છે.

ગુજરાત રાજય મા ગણિતક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું એવોર્ડ થી સન્માન થનાર છે.પ્રાથમિક/માધ્યમિક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકનું સ્વ.મુકુંદભાઇ પટેલ મેમોરિયલ એવોર્ડ, પ્રાથમિક/માધ્યમિક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકનું સ્વ.હિરાભાઇ પટેલ મેમોરિયલ એવોર્ડ થી સન્માન કરવામાં આવનાર છે.ગણિતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષિકાનું સ્વ.સાલેહાબેન કુરેશી મેમોરિયલ એવોર્ડ થી સન્માન કરવામાં આવનાર છે.

મોડલ સ્પર્ધા

મોડેલ સ્પર્ધા પ્રાથમિક (ધોરણ ૫ થી ૮) તથા માધ્યમિક (ધોરણ ૯ થી ૧૨) એમ બે અલગ વિભાગ માં યોજાશે.

મોડલ સ્પર્ધા મા (૧)રોજિંદા જિવનમાં ગણિત,(૨)ગણિતનો અન્ય વિષયો સાથે અનુબંધ,(૩)ડી.એન.એ.મોડલ તથા ગણિત,(૪)જીવ વિજ્ઞાન સાથે અનુબંધ(૫)ત્રિ પરિમાણીય મોડલ વગેરે વિષયમાં ૩ થી ૫ મિનિટનો વિડીયો બનાવી  ગુગલ ફોમઁ માં રજિસ્ટ્રેશન કરી અપલોડ કરવાના રહેશે.અથવા bkmathsclub@gmail.com પર મોકલવા.email થી કૃતિ મોકલો ત્યારે વિષય મા વિભાગ લખવો.ભાગ લેવા માટે જે તે વિભાગના વોટસએપ ગ્રૃપમાં ફરજિયાત જોડાવવાનું રહેશે.વિડિયો ગુગલડ્રાઇવ થી અપલોડ કરો ત્યારે એકસેસની પરમિશન આપવાની રહેશે.એકસેસની પરમિશન વગરના વિડીયો માન્ય રહેશે નહીં. વિડીયો જયારે બનાવો ત્યારે શરુઆતમાં પોતાનું નામ,વિભાગ તથા શાળા નું નામ એક બોડઁ પર દશાઁવવું તથા વિડીયો માં પણ કહેવું.

પસંદગી પામેલ મોડલની ઓનલાઇન ઝુમ પર સ્પર્ધા થશે તે સ્પઁધકને અલગથી તેમજ વોટસએપ ગ્રુપ દ્વારા જણાવવામાં આવશે


પઝલ સ્પર્ધા

પઝલ સ્પર્ધા પ્રાથમિક (ધોરણ ૫ થી ૮) તથા માધ્યમિક (ધોરણ ૯ થી ૧૨) એમ બે અલગ વિભાગ માં યોજાશે.

પઝલ સ્પર્ધા મા (૧)રોજિંદા જિવનમાં સાથે સંકળાયેલ,(૨)ગણિતનો અન્ય વિષયો સાથે અનુબંધ,(૩)ગમ્મત માટેની પઝલ,(૪)તકઁ બધ્ધ,બુધ્ધિ ગમ્ય પઝલ(૫)ત્રિ પરિમાણીય નમુના દ્વારા પઝલ વગેરે વિષયમાં ૩ થી ૫ મિનિટનો વિડીયો બનાવી જે ગુગલ ફોમઁ માં રજિસ્ટ્રેશન કરી અપલોડ કરવાના રહેશે અથવા bkmathsclub@gmail.com પર મોકલવો.email થી મોકલો ત્યારે વિષયમા જેતે વિભાગનું નામ લખવું.ભાગ લેવા માટે જે તે વિભાગના વોટસએપ ગ્રૃપમાં ફરજિયાત જોડાવવાનું રહેશે.વિડિયો ગુગલડ્રાઇવ થી અપલોડ કરો ત્યારે એકસેસની પરમિશન આપવાની રહેશે.એકસેસની પરમિશન વગરના વિડીયો માન્ય રહેશે નહીં. વિડીયો જયારે બનાવો ત્યારે શરુઆતમાં પોતાનું નામ,વિભાગ તથા શાળા નું નામ એક બોડઁ પર દશાઁવવું તથા વિડીયો માં પણ કહેવું.

પસંદગી પામેલ પઝલની ઓનલાઇન ઝુમ પર સ્પર્ધા થશે તે સ્પઁધકને અલગથી તેમજ વોટસએપ ગ્રુપ દ્વારા જણાવવામાં આવશે

નિબંધ સ્પર્ધા

નિબંધ સ્પર્ધા પ્રાથમિક (ધોરણ ૫ થી ૮) તથા માધ્યમિક (ધોરણ ૯ થી ૧૨) એમ બે અલગ વિભાગ માં યોજાશે.

પ્રાથમિક વિભાગ માં ૪૦૦ શબ્દોની મયાઁદામાં તથા માધ્યમિક વિભાગ માટે ૫૦૦ શબ્દોની મયાઁદા માં A4 સાઇઝના કાગળ માં કાગળ ની એકજ બાજુએ સુવાચ્ય અક્ષરોમાં નિબંધ લખવાનો રહેશે.નિબંધ સ્પર્ધા ના વિષયો:

(૧) મારો પ્રિય ગણિત શાસ્ત્રી

(૨) મારો પ્રિય વિષય: ગણિત

(૩) મને ગણિત આમ શિખવું ગમે

(૪) મારા પ્રિય ગણિત શિક્ષક

(૫) ગણિત:રસપ્રદ કે કંટાળાજનક

(૬)રોજીંદા જીવનમાં ગણિત

નિબંધ સ્પર્ધા ના નિબંધ લખી શ્રી ધનરાજભાઇ ઠક્કર ,આચાર્ય શ્રી,એકસપરીમેન્ટલ હાઇસ્કુલ, રાજ મહેલ રોડ,પાટણ(ઉતર ગુજરાત) પિન ૩૮૪૨૬૫ સરનામે મોકલવાના રહેશે.નિબંધ ડિજિટલ સ્વરૂપે મોકલેલ હશે તે માન્ય રહેશે નહીં.

કવિઝ સ્પર્ધા

કવિઝ સ્પર્ધા પ્રાથમિક (ધોરણ ૫ થી ૮),માધ્યમિક (ધોરણ ૯ થી ૧૨) એમ અલગ વિભાગ માં યોજાશે. જે તે વિભાગના વોટસએપ ગ્રૃપમા જોડાવવા નું રહેશે.સ્ક્રીન ટેસ્ટ માં સિલેકટ થયેલ વિદ્યાર્થીઓ ની ફાઇનલ સ્પર્ધા થશે

શિક્ષક સંશોધન

શિક્ષકે પોતાનું સંશોધન ઇનોવેશન ૧૫૦૦ શબ્દો માં A4 સાઇઝ ના કાગળ ની એકજ બાજુએ જરુરી આકૃતિ, ગણિતરી,કોષ્ટક વગેરે નો સમાવેશ કરવાનો રહેશે. આ સંશોધનમાં શિક્ષણમા ઇનોવેશન,ગણિત શિક્ષણ,કમ્પેરેટિવ રીસચઁ,સવેઁ,એકસપરીમેન્ટલ ટિચિંગ વગેરે.આ સંશોધન ઇનોવેશન ડો જી.એન.પ્રજાપતિ, આચાર્ય શ્રી,એલ.એન.કે.કોલેજ ઓફ એજ્યુકેશન,કોલેજ રોડ,પાટણ (ઉતર ગુજરાત) પીન ૩૮૪૨૬૫ ને મોકલવાનું રહેશે.પસંદગી પામેલ શિક્ષકોએ ઓનલાઇન પ્રેઝનટેશન કરવાનું રહેશે.શિક્ષક પી.પી.ટી. નો ઉપયોગ કરી શકે છે.

આ સ્પર્ધા માં ભાગ લેવાની તેમજ કૃતિ મોકલવાની અંતિમ તારીખ 10  ઓગસ્ટ ૨૦૨૧ છે.

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ નોમિનેશન

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ નોમિનેશન માટે નીચે આપેલ ગુગલફોમઁની વિગત ભરી મોકલવી

https://forms.gle/jGXHk8Y7ngKSydDv8

આ કાયઁક્રમમા ભાગ લેવા રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

રજિસ્ટ્રેશન માટેની લિંક

https://forms.gle/sv2mkyTuN4BEjiMA8



ભાગ લેનાર વિદ્યાર્થીઓ એ જેતે વિભાગ ના વોટસએપ ગ્રૃપમા જોડાવવું ફરજિયાત છે.

Model Senior

https://chat.whatsapp.com/L4eV2lLTBEx6B5nnDIf1pm


Model Junior


https://chat.whatsapp.com/ENZI2ZPob6EAGAqZajzWN2


Puzzle Senior


https://chat.whatsapp.com/IZBf874aBWvJKcMS89C5ux


Puzzle Junior

https://chat.whatsapp.com/CLdLaI38DE82tlkaLwJs1q

Quiz Senior


https://chat.whatsapp.com/Dhwf9n5GDI3AgoSMK1NMNE


Quiz Junior


https://chat.whatsapp.com/G7R8TBTaiirA0lChSW3YnF

આ કાયઁક્રમને સફળ બનાવવા ઉતર ગુજરાત ઝોનના અધ્યક્ષશ્રી કલ્પેશભાઇ અખાણી,બનાસકાંઠા જિલ્લા રામાનુજન મેથ્સ કલબના અધ્યક્ષ શ્રી પ્રવિણભાઇ જુડાલ,પાટણ જિલ્લા રામાનુજન મેથ્સ કલબના અધ્યક્ષશ્રી ધનરાજભાઇ ઠકકર,ઉપપ્રમુખશ્રી રુપેશભાઇ ભાટિયા,મંત્રીશ્રી રાજગોપાલ મહારાજા,સહમંત્રી વિરેન્દ્રભાઇ પટેલ તેમજ by ઓલ ઇંડિયા રામાનુજન મેથ્સ કલબ ના પ્રમુખ ડો ચંદ્રમૌલિ જોષી તથા મંત્રી ડો રાજેશ ઠાકુર પ્રયત્નો કરી રહેલ છે.


બનાસકાંઠા જિલ્લા મેથ્સ કલબના ફેસબુક પેજની લિંક

https://www.facebook.com/105170688506995/posts/105179401839457/

આ પેજ ને લાઇક કરવા વિનંતી.

અપડેટ માટે બનાસકાંઠા જિલ્લા મેથ્સ કલબ નું ફેસબુક પેજ જોતા રહેવું.


બનાસકાંઠા જિલ્લા મેથ્સ કલબ ની યુટ્યુબ ચેનલ લિંક

https://youtu.be/eP7VWsV4jI8

આ ચેનલ સબ્સક્રાઇબ કરવા વિનંતી


વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર:7990589043,9714492360

(સમય:-5-00 PM to 8-00 PM)

2 comments:

गणित और रामायण

पढ़कर आप अपनी प्रतिक्रिया नीचे दिए कमेंट में जरुर दें . अपना नाम लिखना ना भूले